બનાસકાંઠા: જિલ્લાના ધાનેરામાં લીલા વૃક્ષોના છેદનને ખુલ્લો દોર મળ્યો હોય એવી સ્થિતિ છે. અહીં ધાનેરા મામાલદારે ત્રણ ટ્રેકટર લાકડા ભરેલ ઝડપી પાડ્યા હોવાની વિગતો મળી છે ઉપરાંત આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે. ધાનેરામાં લીલા લાકડાનો કાળો કારોબાર ચાલી રહ્યો છે. મળતી માહિતી પ્રમાણે જાણવા મળ્યું છે કે, રાજકીય ઝેક ધરાવતા શો મિલ માલિકો ખુલ્લેઆમ લીલા વૃક્ષોનું નિકંદન નીકાળી રહ્યા છે. ત્યારે આવા શો મિલના માલિક સામે કડક કાર્યવાહી કરીને ધાનેરા તાલુકાને ઉજ્જડ બનવવા તંત્ર આગળ આવેએ જરૂરી છે.
બનાસકાંઠાના સરહદી પંથકમાં છેલ્લા કેટલાય વર્ષોથી લીલા વૃક્ષોનું ખુલે આમ નિકંદન થઈ રહ્યું છે. જોકે આ બાબતે વાવ પોલીસ તેમજ વાવ મામલતદાર દ્વારા કેટલીય વાર એમના વિરુદ્ધ કાર્યવાહી પણ કરવામાં આવેલ છે, પરંતુ વૃક્ષ પાપીઓને કોઈ અસર દેખાતી નથી. અગાઉ વાવ તાલુકાના રાછેણા ગામના સરપંચ દ્વારા રજૂઆતો કરવામાં આવી હતી, પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. અગાઉ વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું કે, જે લોકો વૃક્ષોના નિકંદન કરવા આવી રહ્યા છે તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ.
વાવ, થરાદ, ધાનેરા અને સુઇગામ વિસ્તારોમાં છાસ વારે લીલા વૃક્ષોના નિકંદન થઇ રહ્યા છે. જ્યારે વૃક્ષ પાપિયો દ્વારા દિયોદર અને ભાભર વિસ્તારોમાં ખુલે આમ દિવસ દરમિયાન ટ્રેક્ટરો ભરીને અઢળક લીલા વૃક્ષોઓનું નિકંદન થઈ રહ્યું છે.
આ પણ વાંચો: