પંચમહાલ: જંડ હનુમાનજી મંદિરે આવેલા શ્રદ્ઘાળુઓએ જીવના જોખમે પસાર થવું પડ્યું - શ્રાવણ
🎬 Watch Now: Feature Video
પંચમહાલઃ જાંબુઘોડા અભિયારણમાં આવેલા સુપ્રસિદ્ઘ જંડ હનુમાન મંદિરમાં શ્રાવણના પહેલા શનિવારે દર્શન માટે આવેલા લોકો શનિવાર મુસીબતમાં મુકાયા હતા. અહીં કોતરમાં પાણી ઘુસી જતાં લોકો ફસાયા હતા. જાંબુઘોડામાં વરસી રહેલા વરસાડના પગલે જંગલ વિસ્તાર લીલુડા રંગથી રંગાયો હતો. જેને લઈ લોકો પ્રકૃતિના ખોળે આવતા હોય તેમ લાગી રહ્યું હતુ. લોકો અહીં જંડ હનુમાનજીના મંદિરે દર્શનનો લ્હાવો લેવા આવતા હોય છે. શનિવારે પવિત્ર શ્રાવણ માસનો પ્રથમ શનિવાર હોવાથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યાં હતા. વરસાદને પગલે નદીનાળામાં પાણીની આવક શરૂ થતાં રાસ્કા ગામ પાસે આવેલા કોતરમાં પ્રવાહ વદ્યો હતો. જેથી પાણી રોડ પરથી વહેતું હતુ. જેથી લોકોને એકતરફથી બીજીતરફ જવામાં મુશ્કેલી પડી રહી હતી.