વાપીમાં 9 લાખના મુદ્દામાલ સાથે 9 પત્તાપ્રેમીઓની ધરપકડ - વાપી ગ્રામીણ ન્યુઝ
🎬 Watch Now: Feature Video
વાપીઃ ટાઉન પોલીસે શનિવારે શહેરના ભડકમોરા-સુલપડ વિસ્તારમાંથી 9 પત્તા પ્રેમીઓને ઝડપી પાડ્યા છે. આથી જુગારીઓમાં ફફડાટ ફેલાયો છે. ટાઉન પોલીસ મથકમાંથી મળતી વિગતો મુજબ શનિવારે રાત્રે 8 વાગ્યા આસપાસ ભડકમોરા- સુલપડ વિસ્તારમાં પ્રફુલ સુકકરની ઓરડીમાં જુગારધામ ચાલતું હોવાની બાતમી મળ્યા બાદ રેઇડ કરી હતી. જેમાં 9 જુગારીઓની ધરપકડ કરી હતી. પોલીસે જુગારીઓ પાસેથી દાવમાં મુકેલા 3400 રૂપિયા રોકડા, તમામની અંગઝડતીમાંથી 1 લાખ 18 હજાર 300 રૂપિયા રોકડા, 1 લાખ 95 હજાર 500ના 11 મોબાઈલ, 5 લાખ 80 હજારના ત્રણ વાહન મળી કુલ 8 લાખ 97 હજાર 700 રૂપિયાનો મુદ્દામાલ ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જુગારધામમાંથી પોલીસે જીગર પટેલ, પ્રફુલ સુકકકર, સુજીત પટેલ, કનૈયા રણછોડ, જીતેશ યાદવ, કપિલ પટેલ, નિમેષ ઉર્ફે કાળિયો ગોવિંદ પટેલ, પ્રગ્નેશ પટેલ, વિપુલ પટેલ મળી 9 લોકોની ધરપકડ કરી છે. જુગારીઓ પર પોલીસે તવાઈ બોલાવતા અન્ય જુગારધામમાં જુગાર ખેલતા ખેલીઓમાં ફફડાટ ફેલાયો છે.