કોરોના વાયરસ: પોરબંદરમાં 8 શંકાસ્પદ કોરોનાના રિપોર્ટ નેગેટિવ - કોરોના નેગેટિવ

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Mar 23, 2020, 8:37 AM IST

પોરબંદર: વિશ્વમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે. રાજ્યમાં કોરના વાયરસના 17 કેસ પોઝિટિવ આવ્યાં છે. રાજ્યમાં એક વ્યકિતનું આ વાયરસના કારણે મોત થયું છે. પોરબંદરમાં કોરોના વાયરસના 8 કેસ નેગેટિવ આવ્યાં છે. પોરબંદર જિલ્લામાં કુલ 8 કોરોનાના શંકાસ્પદોને શહેરની ભાવસિંહજી સરકારી હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડમાં રાખવાં આવ્યાં હતા. કોરોના ટેસ્ટ માટે તેમના રિપોર્ટને જામનગર સ્થિત લેબોરેટરીમાં મોકલાયા હતા. સિવિલ સર્જન ડો.દિનેશ ઠાકોરના જણાવ્યાનુસાર તમામ 8 દર્દીઓના રિપોર્ટ નેગેટિવ આવ્યાં છે. પોરબંદર જિલ્લામાં કુલ 127 લોકોને હોમ ક્વોરન્ટાઈન રાખવામાં આવ્યા છે, તથા 9 લોકોને સાંદિપની આશ્રમ નજીક આવેલ ક્વોરન્ટાઇન વોર્ડમાં રાખવામાં આવ્યાં છે. પોરબંદરના એમજી રોડ સહિતના વિસ્તારોમાં સેનીટાઇઝરનો છંટકાવ કરવામાં આવ્યો હતો.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.