નર્મદાના મયાસી ગામના એક જ પરિવારના 3 સભ્યો કોરોના મુક્ત થયા - કોરોના અપડેટ
🎬 Watch Now: Feature Video
નર્મદાઃ જિલ્લાના મુખ્ય મથક રાજપીપળા ખાતે નવનિર્મિત આયુર્વેદિક કોલેજ ખાતે કાર્યરત કોવિડ-19 હોસ્પિટલમાં સારવાર લઇ રહેલાં નાંદોદ તાલુકાના મયાસી ગામના 37 વર્ષીય પ્રફુલભાઇ પરશોતમભાઇ પટેલ, 29 વર્ષિય તેમના પત્ની અનસુયાબેન પટેલ અને 11 વર્ષિય પુત્ર કૃણાલ પટેલ આમ એક જ પરિવારના 3 સભ્યોએ કોરોના વાઈરસ મુક્ત થયા હતા. જે કારણે 4 જૂનના રોજ તેમને હોસ્પિટલમાંથી રજા અપાઇ હતી.