પોરબંદરઃ કોલીખડા ગામના તળાવમાં 17 વર્ષીય યુવાન ડૂબ્યો - Kolikhada village
🎬 Watch Now: Feature Video
પોરબંદર : જિલ્લાના કોલીખડા ગામે આવેલ સુકાળા તળાવમાં બુધવારે કોલીખડા ગામનો એક 17 વર્ષીય કરણ હેમંતભાઈ શીંગરખિયા નામનો યુવાન ડૂબી ગયો હતો. જેની જાણ ગામ લોકોને થતા તપાસ હાથ ધરી હતી. બાદમાં યુવાનની કોઇ ભાળ ન મળતા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. જ્યારે ફાયર બ્રિગેડની ટીમ દ્વારા બોટ મારફતે યુવાનની શોધખોળ હાથ ધરવામાં આવી હતી, પરંતુ હજુ સુધી આ યુવાનની કોઇ ભાળ ન મળતાં પરિવાર ચિંતામાં ગરક થઇ ગયો હતો.
Last Updated : Sep 17, 2020, 11:25 AM IST