ભરૂચથી 1,637 પરપ્રાંતીયોને ટ્રેન મારફતે ઉત્તર પ્રદેશ રવાના કરાયા - પરપ્રાંતીયોને વતન જવાની છૂટ
🎬 Watch Now: Feature Video
ભરૂચ: લોકડાઉનમાં સરકાર દ્વારા પરપ્રાંતીયોને વતન જવાની છૂટ આપવામાં આવી છે. ત્યારે ભરૂચમાં પણ તંત્ર દ્વારા સ્પેશિયલ ટ્રેન મારફતે પરપ્રાંતીયોને વતન મોકલવામાં આવી રહ્યા છે. ગુરૂવારે ભરૂચ રેલવે સ્ટેશનથી 1637 પરપ્રાંતીયોને સ્પેશિયલ ટ્રેન મારફતે તેમના વતન ઉત્તર પ્રદેશના દેવરિયા ખાતે રવાના કરવામાં આવ્યા હતા. આ તકે સોશિયલ ડિસ્ટન્સિંગનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યુ હતું.