વડોદરાઃ શિયાળાની શરૂઆતમાં તસ્કરો ત્રાટક્યા, 13.5 લાખની લૂંટ - વડોદરા પોલીસ
🎬 Watch Now: Feature Video
વડોદરા: શહેરના ડભોઇ-યમુના મીલ રોડ પર આવેલા મહાનગરના આવાસોમા બ્લોક નંબર-23ના મકાન નંબર-22 માં રહેતા કિન્નર રેશ્માકુંવરના મકાનમાં રવિવારે રાત્રીના અંદાજે 12થી 12:30 વચ્ચે તસ્કરોએ ધૂસ્યા હતા અને સોનાના દાગીના તથા રોકડ રકમ મળી કુલ રૂપિયા 13.5 લાખની મતાની ચોરી કરી છે. આ અંગે વાડી પોલીસ મથકે ફરિયાદ કરતાં વાડી પોલીસ દ્વારા ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરવામાં આવી છે.