રાજ્યકક્ષાની તીરંદાજી સ્પર્ધામાં 110 ખેલાડીઓએ ભાગ લીધો

By

Published : Nov 12, 2021, 4:21 PM IST

thumbnail

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી ખાતે એકલવ્ય તીરંદાજી એકેડેમીમાં ( eklavya archery academy ) રાજ્યકક્ષાની તીરંદાજી સ્પર્ધા ( state level archery competition ) યોજવામાં આવી હતી. સંખેડા વિધાનસભાના ધારાસભ્ય અભેસિંહ તડવીએ ( Sankheda MLA Abhesinh Tadvi ) જિલ્લાના પદાધિકારીઓ અને અધિકારીની ઉપસ્થિતિમાં સ્પર્ધા ખુલ્લી મૂકી હતી. આ સ્પર્ધામાં વિજેતા ખેલાડીઓ રાષ્ટ્રીયકક્ષાની સ્પર્ધામાં અમરાવતી મહારાષ્ટ ખાતે 20 નવેમ્બર-30 નવેમ્બર સુધી રમવા જશે. નસવાડી ખાતે તીરંદાજી ખેલાડીઓ માટે જિલ્લામાં સૌથી મોટું મેદાન હોવાથી નસવાડી તીરંદાજી ( archery ) રમતનું હબ બની ગયું છે. નસવાડીના મેદાને તીરંદાજી રમતમાં રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં અનેક ખેલાડીઓ આપ્યાં છે અને હવે આંતરરાષ્ટ્રીય કક્ષા અને ઓલમ્પિકની ગેમમાં ( archery olympics ) સ્થાન મેળવવા માટે થનગની રહ્યાં છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.