અંકલેશ્વરમાં માલિક મોઢુ ધોવા ગયા અને પાછળથી 3 લાખના બેગની ઉઠાંતરી - 1 lakh stolen in Ankleshwar
🎬 Watch Now: Feature Video
અંકલેશ્વરઃ કોટક મહિન્દ્રા બેન્ક પાસે ખાનગી એજન્સીના કર્મચારીએ તેની બાઈક પર મુકેલા રૂપિયા ૩ લાખ ભરેલ બેગની એક ઇસમ ચોરી કરી ફરાર થઇ ગયો હતો. ચોરીની આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઇ હતી. આ અંગે ફરિયાદીનું કહેવું છે કે તે બેન્કની બાર નીકળ્યો, ત્યારે કોઈક ઇસમે તેના પર પદાર્થ નાખ્યો હતો. જેનાથી તેણે ખંજવાળ આવતા તે મોઢું ધોવા ગયો હતો અને આ સમગ્ર બનાવ બન્યો હતો. બનાવ અંગે અંકલેશ્વર પોલીસે ફરિયાદ નોધતા આગળની વધુ તપાસ હાથ ધરી છે.