જાહ્નવી કપૂરે તિરૂપતિમાં ભગવાન વેંકટેશ્વરના કર્યાં દર્શન, જુઓ વીડિયો - ધ કારગિલ ગર્લ
🎬 Watch Now: Feature Video
તિરૂપતિ: બોલિવૂડ અભિનેત્રી જાહ્નવી કપૂર હાલ દક્ષિણ ભારતની ધાર્મિક યાત્રા પર છે. જેમાં જાહ્નવી કપૂરે તિરૂપતિમાં ભગવાન વેંકટેશ્વરના દર્શન કર્યાં છે. જ્યાં ધડકની અભિનેત્રી દક્ષિણ ભારતીય પહેરવેશમાં જોવા મળી હતી. જાહ્નવીએ આ અંગે રવિવારે ઈન્સ્ટાગ્રામમાં પોતાની યાત્રાના ફોટો પણ શેર કર્યા હતા. જાહ્નવીના વર્ક ફ્રન્ટની વાત કરવામાં આવે તો, અત્યારે તેની પાસે અસંખ્ય ફિલ્મ છે. ઘોસ્ટ સ્ટોરીઝથી ડિઝિટલ પ્રવેશ કરનારી આ અભિનેત્રી ગુંજન સક્સેનાની બાયોપિક ધ કારગિલ ગર્લના શૂટિંગમાં વ્યસ્ત છે. કારગિલ ગર્લ ભારતીય વાયુસેનાના લડાકુ પાઈલટ ગુંજન સક્સેનાની બાયોપિક છે. જેમાં જાહ્નવી મુખ્ય ભૂમિકામાં છે. જે ફિલ્મ 17 અપ્રિલે મોટા પરદા પર આવી શકે છે.