કવ્વાલે મંચ પરથી ભાજપના નેતાઓની સામે ભારતને મિટાવવાની કહી વાત, વિડીયો થયો વાયરલ... - urs ceremony in rewa

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Mar 31, 2022, 2:15 PM IST

Updated : Feb 3, 2023, 8:21 PM IST

મધ્યપ્રદેશ : ભારત વિશે વાંધાજનક ટિપ્પણી કરનાર કવ્વાલ શરીફ પરવાઝ વિરુદ્ધ રીવાના મંગવાન પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો(FIR registered against Qawwal) છે. આ કેસમાં તેની ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે. આ કવ્વાલે ઉર્સ મેળામાં કવ્વાલી દરમિયાન કહ્યું હતું કે ભારતનો પતો રહેશે નહીં(Qawwal said hindustan will not be known). આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. રેવાના મંગવાનમાં દર વર્ષે ઉર્સ મેળાનું આયોજન કરવામાં આવે છે. અહીં અનવર શાહની સમાધિ પર ચાદર ચઢાવવામાં આવે છે. દર વખતની જેમ આ વખતે પણ કવ્વાલીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. કાનપુરના શરીફ પરવાઝ અને મુઝફ્ફરપુરના સનમ વારસી નામના બે કવ્વાલી ગાયકોને કાર્યક્રમમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું. કવ્વાલે સૌથી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી, યુપીના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ અને ગૃહપ્રધાન અમિત શાહનો ઉલ્લેખ કર્યો હતો. બાદમાં તેણે કહ્યું કે તેઓ ક્યાંય ઓળખાતા નથી, આવી સ્થિતિમાં ગરીબ નવાઝ ઇચ્છે તો ભારતની પણ ખબર નહીં પડે.
Last Updated : Feb 3, 2023, 8:21 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.