Navratri 2023: મહેર સમાજના યુવાનોએ મણિયારા રાસની જમાવી રમઝટ - undefined

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Gujarati Team

Published : Oct 23, 2023, 4:03 PM IST

જૂનાગઢ: આજે વર્ષ 2023 ની શારદીય નવરાત્રીનો અંતિમ દિવસ એટલે કે નવમું નોરતું છે. ત્યારે મહેર સમાજની પરંપરા અને વેશભૂષામાં જૂનાગઢના લીરબાઈ પરા વિસ્તારના મહેર યુવાનો દ્વારા સમાજના સૌથી જૂના અને પારંપરિક મણિયારા રાસની રમઝટ બોલાવી હતી. મહેર સમાજમાં મણિયારા રાસનું ખૂબ જ મહત્વ છે. તમામ પ્રકારના ધાર્મિક અને માંગલિક કાર્યોમાં મહેર સમાજના મણિયારા રાસ અચૂકપણે જોવા મળે છે. ત્યારે નવરાત્રિના આ નવ દિવસો દરમિયાન મહેર સમાજના યુવાનો પરંપરિક રીતે સમાજની અલગ ઓળખ એવા વસ્ત્ર પરિધાનની પરંપરા તેમજ સદીઓથી ચાલતા આવતા મણિયારા રાસની રમઝટ બોલાવી હતી. સમગ્ર વિશ્વમાં એકમાત્ર મહેર સમાજ મણીયારા રાસ પર દબદબો ધરાવે છે એ કહેવામાં પણ જરા પણ ખોટું નથી કે મણિયારો રાસ એકમાત્ર મહેર સમાજના યુવાનો જ કરી શકે છે.

  1. Navratri 2023: નવરાત્રિની આઠમે ગરબા ગ્રાઉન્ડ તિરંગાના રંગોથી છવાયું
  2. CGA Navratri 2023 3rd Day : 'સાઈબરાબાદ ગુજરાતી એસોસિએશન' ના 'દાંડિયા રમઝટ 2023'માં છેલ્લા દિવસે મોટી સંખ્યામાં ગરબાપ્રેમીઓ જોડાયા

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.