Weather News: ઉત્તરાયણે કેવું રહેશે આકાશ અને કેવી રહેશે પવનની ગતિ ? માહિતી માટે જૂઓ વીડિયો - આકાશની સ્થિતિ

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Gujarati Team

Published : Jan 13, 2024, 5:54 PM IST

અમદાવાદઃ આવતીકાલે ઉત્તરાયણમાં આકાશ કેવું રહેશે અને પવનની ગતિ કેવી રહેશે તેની આગાહી હવામાન વિભાગ અને અંબાલાલે કરી છે. હવામાન વિભાગે આવતીકાલ સહિત આગામી 5 દિવસ ગુજરાતનું વાતાવરણ સુકું રહેવાની આગાહી કરી છે. જો કે વાતાવરણમાં ઠંડી પણ રહેશે. આવતીકાલે કચ્છમાં કોલ્ડવેવની અગાહી તેમજ 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટવાનું હવામાન વિભાગ જણાવે છે. ઉત્તર પશ્ચિમ ઉતરના પવન ફૂંકાશે પરંતુ પવનની ગતિ સામાન્ય રહેશે. ઉતરાયણ પર્વ પર પતંગબાજો માટે સાનુકૂળ વાતાવરણ રહેવાનું અંબાલાલ જણાવી રહ્યા છે. રાજ્યમાં 8 થી 25 કિમી ઝડપે પવન ફૂંકાશે. જોકે મધ્ય ગુજરાતમાં આંચકાના પવનથી પતંગબાજો નિરાશ થઈ શકે છે. ઉતરાયણ પર્વ પર ઠંડા પવન ફૂંકાશે અને વરસાદની નહિવત શકયતા છે. ઉત્તર ગુજરાતમાં 10 થી 12 કિમીની ઝડપે પવન ફૂંકાશે. દ્વારકા માં 25 કિમી ઝડપે પવન ફૂંકાશે, ઓખા, દ્વારકા અને કચ્છમાં 20 કિમી ઝડપે પવન ફૂંકાશે. પૂર્વ ગુજરાતમાં 8 થી 10 કિમી ઝડપે પવન ફૂંકાશે. દક્ષિણ ગુજરાત 20 થી 25 કિમિ ઝડપે પવન ફૂંકાશે. અમદાવાદ અને મધ્ય ગુજરાતમાં 10 થી 12 કિમિ ઝડપે પવન ફૂંકાશે. 14 જાન્યુઆરીએ રાત્રે પણ પવન રહી શકે છે. 15 જાન્યુઆરીએ વાદળછાયુ વાતાવરણ રહી શકે. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.