Vijayadashami 2023 : 20 વર્ષ બાદ ગાંધીનગરમાં રાવણનું દહન કરાયું, 51 ફૂટ ઊંચી બનાવી હતી રાવણની પ્રતિમા - Vijayadashami 2023
🎬 Watch Now: Feature Video
Published : Oct 25, 2023, 7:07 AM IST
ગાંધીનગર : દશેરાના તહેવાર પર રાવણના પૂતળાનો દહનનો કાર્યક્રમ ભક્તો દ્વારા કરવામાં આવતો હોય છે. ત્યારે છેલ્લા 20 વર્ષથી ગુજરાત રાજ્યના પાટનગર ગાંધીનગરમાં જ રાવણ દહનનો કાર્યક્રમ થતો ન હતો ત્યારે પ્રથમ વખત કેસરિયા ગરબા આયોજકોએ રામકથા મેદાનમાં રાવણ દહનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
અસુરી શક્તિ સામે વિજય એટલે એ દિવસને વિજયા દશેરા તરીકે ઉજવવામાં આવે છે. ભગવાન શ્રી રામએ આજના દિવસે જ રાવણનો વધ કરીને વિજય મેળવ્યો હતો અને અયોધ્યા પરત કર્યા હતા. ત્યારે આ વિજયા દશમીની ઉજવણી ગાંધીનગરમાં છેલ્લા 20 વર્ષથી ઉજવવામાં આવતો ન હતો. ત્યારે ગાંધીનગરના યુવા શક્તિ કે જેઓ 25- 30 વર્ષના છે, ત્યારે આ લોકોએ રાવણ દહન શું છે ? તેનાથી અજાણ છે. તેના કારણે સહાય ફાઉન્ડેશન દ્વારા ભવ્ય નવરાત્રીના આયોજન દરમિયાન જ ગાંધીનગરના આ વખતે ભવ્ય રાવણ દહનનો કાર્યક્રમ પણ યોજવાનું આયોજન કરવામાં આવ્યું હતું. - કેતન પટેલ, કેસરિયા ગરબા આયોજક
2 દાયકા બાદ રાવણનું દહન : રાવણની પ્રતિમાની બનાવટની કામગીરીની વાત કરવામાં આવે તો, કેતન પટેલે જણાવ્યું હતું કે 51 ફૂટની પ્રતિમા રાવણની તૈયાર કરવામાં આવી છે. જ્યારે આ રાવણ પશ્ચિમ બંગાળના કારીગરો દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. જ્યારે સુરક્ષાની વાત કરવામાં આવે તો આ ફટાકડામાં કોઈપણ રોકેટ અથવા તો નુકસાનકારક ફટાકડાનો ઉપયોગ કરવામાં નથી આવ્યો. જ્યારે જાહેર જનતા કે જે જોવા આવી હતી.