Jamnagar News: યુવક યુવતીઓએ મોટરસાયકલ પર તલવાર સાથે કર્યો શૌર્ય રાસ - motorcycles performed an amazing Shaurya

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Gujarati Team

Published : Oct 25, 2023, 11:25 AM IST

જામનગરમાં: જામનગરમાં પ્રાચીન ગરબાની પરંપરા હજુ પણ જાળવી રાખવામાં આવી છે. શહેરના અનેકવિધ વિસ્તારોમાં પ્રાચીન ગરબી જોવા મળી રહી છે.જેમાં યુવક યુવતીઓ અને મહિલાઓ તથા બાળાઓ દ્વારા સતત નવ દિવસ સુધી વિવિધ રાસ અને ગરબાઓ સાથે માતાજીની આરાધના કરવામાં આવી રહી છે. ત્યારે જામનગર શહેરના વોર્ડ નંબર છ માં આવેલ તિરૂપતિ પાર્ક સોસાયટી વિસ્તારમાં શ્રી નવદુર્ગા ગરબી મંડળના યુવક યુવતીઓ દ્વારા બુલેટ અને એકટીવા સહિતના મોટરસાયકલ પર તલવાર સાથે અદભુત શૌર્ય રાસ રજૂ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત ઘુમર રાસ પણ રજૂ કરવામાં આવ્યો હતો, જ્યારે આ ખૂબ જ દિલ ધડક શૌર્ય રાસ માત્ર એક જ દિવસની તૈયારીમાં યુવક યુવતીએ 4 જેટલી મોટર સાયકલ પર 8 જેટલા યુવક યુવતીઓ દ્વારા પોતાના જીવને જોખમમાં મૂકીને અને કોઈ પણ જાતના ભય વિના માતાજીની અડગ આસ્થા અને તલવાર સાથે અદભુત શૌર્યરાસ રજૂ કરતા સૌ કોઈ મંત્રમુગ્ધ થયા હતા. 

જ્યારે આ ગરબી મંડળમાં કુલ 75 જેટલી બાળાઓ યુવતીઓ મહિલાઓ ભાગ લઈ રહી છે અને તમામને લ્હાણી વિતરણ પણ કરવામાં આવે છે. જામનગર શહેરમાં પ્રથમ વખત બુલેટ પર રાજપૂત સમાજની યુવતીઓ દ્વારા અદભુત શોર્ય રાસ રજૂ કરવામાં આવ્યો હતો. જેને જોવા માટે મોટી સંખ્યામાં લોકો અહીં મળ્યા હતા. આમ જામનગરમાં દર વર્ષે વિવિધ જગ્યાએ નવરાત્રીનું ભવ્ય આયોજન કરવામાં આવતું હોય છે. આ વર્ષે પણ અનેક પાર્ટી પ્લોટમાં પણ નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે સોસાયટીઓમાં પણ નવરાત્રીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે ત્યારે રાજપૂત સમાજના યુવક અને યુવતીઓ દ્વારા અદભુત શોર્ય રાસ રજૂ કરવામાં આવ્યો હતો.

  1. Dussehra 2023: ઉપલેટામાં શસ્ત્ર પૂજન કરાયું, પરંપરાગત પહેરવેશ સાથે દશેરાની ઉજવણી!
  2. Shrimad Bhagwat Saptah : મોરબી ઝૂલતો પુલ દુર્ઘટનાના મૃતકોના મોક્ષાર્થે આજથી શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.