નિર્દય શિક્ષકઃ દીકરી અને પત્નીને માર્યો માર, અર્ધ નગ્ન અવસ્થામાં બહાર કાઢી - શરમજનક વીડિયો

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Sep 13, 2022, 9:48 PM IST

Updated : Feb 3, 2023, 8:27 PM IST

જોધપુર, રાજસ્થાન : જિલ્લાના ફલોદી શહેરમાં ખાનગી શાળામાં કામ કરતા શિક્ષકનો શરમજનક વીડિયો સામે આવ્યો (Teacher Brutally Beat her Wife) છે. જેમાં તે પત્નીના કપડાં ઉતારીને મારપીટ કરતો નજર આવી રહ્યો છે. શિક્ષકે બચાવમાં આવેલી દીકરીને પણ બક્ષી ન હતી. શિક્ષક બહાર બેઠેલી તેની અર્ધ નગ્ન પત્ની પર હાથ ઉઠાવતો રહ્યો હતો. વીડિયો સામે આવતા જ પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. પોલીસે જણાવ્યું કે, વીડિયોમાં ખાનગી શાળાના શિક્ષક કૈલાશ સુથાર જોવા મળી રહ્યો છે. કેસની પુષ્ટિ થયા બાદ પોલીસે આરોપી શિક્ષકની ધરપકડ કરી હતી. ફલોદીના એસએચઓ રાકેશ ખ્યાલિયાએ જણાવ્યું કે, હાલમાં પોલીસે શાંતિ ભંગ કરવા બદલ શિક્ષકની ધરપકડ કરી છે. પીડિત મહિલાએ આ અંગે તેના પરિવારજનોને જાણ કરી છે. પીડિતા અને પરિવારજનોની ફરિયાદ બાદ જ આરોપીઓ વિરુદ્ધ કેસ નોંધવામાં આવશે. આ ઉપરાંત, ઉત્પીડન સંબંધિત વિભાગો ઉમેરવામાં આવશે. (teacher brutally beat wife)
Last Updated : Feb 3, 2023, 8:27 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.