Karnataka Viral video: કર્ણાટકમાં પોલીસ દ્વારા પૈસા વસૂલવાનો વીડિયો વાયરલ, બે સસ્પેન્ડ
🎬 Watch Now: Feature Video
તુમાકુરુ (કર્ણાટક): તુમાકુર જિલ્લામાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર પોલીસ દ્વારા લારીઓ રોકીને પૈસા પડાવવાનો એક વીડિયો વાયરલ થયો છે. આ સંદર્ભે જિલ્લા પોલીસ વિભાગે ASI સહિત બે પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરી દીધા છે. કાખલામ્બેલા પોલીસ સ્ટેશનના એએસઆઈ ચિદાનંદ સ્વામી અને પોલીસ જીપ ડ્રાઈવર ચિક્કાહનુમૈયાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તુમાકુરુના એસપી રાહુલ કુમારે ગુરુવારે આદેશ જારી કર્યો હતો.
પોલીસ કર્મચારીઓ માફી માગતા કેદ: પોલીસ શિરા તાલુકા હેઠળના રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર લારીઓ રોકીને પૈસા વસૂલતી હતી. 200, 300 રૂપિયા વસૂલવામાં આવ્યા હતા જ્યારે દ્રશ્ય મોબાઈલમાં કેદ થયું હતું. પૈસા મેળવતા બે પોલીસકર્મીઓની પૂછપરછ કરતા લોકોએ પૈસા મેળવતા પોલીસકર્મીઓનું દ્રશ્ય શૂટ કર્યું અને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યું. વીડિયોમાં પોલીસ કર્મચારીઓ માફી માગતા પણ કેદ થયા હતા. લોકોએ પૈસા લેવામાં આવતા આક્રોશ વ્યક્ત કર્યો હતો. પોલીસે સ્થળ પર લારી ચાલકોને પૈસા પરત કર્યા હતા.