હજીરા ઉદ્યોગની વિશાળકાય ક્રેનો કરી રહી છે ગણેશજીની પ્રતિમાઓનું વિસર્જન, જુઓ દ્રશ્યો

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Gujarati Team

Published : Sep 28, 2023, 4:28 PM IST

સુરત : સુરત શહેરમાં આ વખતે ગયા વર્ષની સરખામણીમાં 10,000થી પણ વધુ ગણેશજીની પ્રતિમાઓ સ્થાપિત કરવામાં આવી છે. આ વર્ષે નાની મોટી મળી કુલ 85,000 જેટલી પ્રતિમાઓ સ્થાપિત કરવામાં આવી હતી. આ વખતે સૌથી વધુ વિશાળકાય ગણેશજીની પ્રતિમા શહેરમાં સ્થાપિત કરવામાં આવી છે. વિશાળકાય ગણેશજીની પ્રતિમા વિસર્જિત થાય એ માટે સુરત શહેરના ડુમ્મસ તેમજ હજીરા વિસ્તારમાં ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. હજીરા આમ તો ઔદ્યોગિક વિસ્તાર છે અને આ ઔદ્યોગિક વિસ્તારમાં જે મોટી વિશાળ ક્રેનો વાપરવામાં આવતી હોય છે તે જ ક્રેનોથી ગણેશજીની વિશાળકાય પ્રતિમાઓ સમુદ્રમાં વિસર્જિત કરવામાં આવી રહી છે. માત્ર હજીરા વિસ્તારમાં આ 17 જેટલી વિશાળકાય ક્રેનો જોવા મળી હતી. જેના કારણે ઝડપથી ગગણેશજીની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવી રહ્યું હતું.

  1. Ganesh Visarjan: સુરત ગણપતિ વિસર્જન માટે સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસની બાજ નજર, ચકલું પણ ફરકી ન શકે તેવી ચૂસ્ત સુરક્ષા
  2. Ahmedabad News : અમદાવાદમાં ગણેશ વિસર્જન અને ઈદના જુલુસને લઈને પોલીસનો માસ્ટર પ્લાન તૈયાર
  3. Rajkot Accident News : રાજકોટના આજીડેમમાં ગણેશ વિસર્જન સમયે કરૂણ દુર્ઘટના, પાણીમાં ડૂબવાથી મામા-ભાણેજનું મોત

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.