નવી પારડી ગામે પાસે લકઝરી બસના ચાલકને ઢોર મારનાર ઈસમો વિરુદ્ધ પોલીસે ગુનો દાખલ કર્યો - Kamrej Police

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Gujarati Team

Published : Nov 28, 2023, 8:26 PM IST

સુરત: કામરેજ તાલુકાના નેશનલ હાઇવે પર નવી પારડી ગામ પાસે બે - ચાર દિવસ અગાઉ કેટલાક અસામાજિક તત્વોએ એક લક્ઝરી બસને આંતરી બસ ચાલક અને ક્લીનરને ઢોર મારવામાં આવ્યો હતો. લક્ઝરી બસનો કાચ પણ ફોડી નાખવામાં આવ્યો હતો. હાલ સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ આવ્યા છે. કામરેજ પોલીસે આ અસામાજિક તત્વો વિરૂદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અસામાજિક તત્વો દ્વારા બંનેના પાકીટ પણ લઇ લેવાયાં હતાં. સતત વાહનોથી ધમધમતા નેશનલ હાઇવે પર બેખૌફ રીતે આ પ્રકારની મારામારી કરવામાં આવતા લક્ઝરી બસમાં સવાર મુસાફરો ભયમાં મુકાઈ ગયા હતાં. હાલ તો કામરેજ પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજ અને લક્ઝરી બસ ચાલકની ફરિયાદના આધારે આ અસામાજિક તત્વોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. કામરેજ પોલીસ મથકના પીઆઇ ઓ.કે જાડેજાએ જણાવ્યું હતું કે સમગ્ર મામલે કામરેજ પોલીસ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો છે. હાલ આરોપીઓને પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.