Somnath Mahadev Temple: સોમનાથ મહાદેવને રુદ્ર અવતાર હનુમાનજી મહારાજનો કરાયો શણગાર - હનુમાનજી મહારાજનો કરાયો શણગાર
🎬 Watch Now: Feature Video
Published : Sep 10, 2023, 8:11 AM IST
સોમનાથ: પવિત્ર શ્રાવણ માસ હવે તેના અંતિમ ચરણ તરફ આગળ વધી રહ્યો છે ત્યારે સોમનાથ મહાદેવને રુદ્ર અવતાર હનુમાનજી મહારાજનો શણગાર કરાયો હતો. જેના દર્શન કરીને શિવ ભક્તો ભારે ધન્ય બન્યા હતા. દેવાધિદેવ સોમેશ્વર મહાદેવના શિવલિંગ પર ચંદનનો ઉપયોગ કરીને મહાદેવના રુદ્ર અવતાર સમાન હનુમાનજી મહારાજની મુખાકૃતિ મંદિરના પંડિતો અને પૂજારીઓ દ્વારા ઉપસાવવામાં આવી હતી. સાથે સાથે 100 કિલો કરતાં વધુ વિવિધ પુષ્પોનો ઉપયોગ કરીને પણ સોમનાથ મહાદેવના શિવલિંગને શણગારવામાં આવ્યું હતું. શનિવારનો દિવસ હોવાને કારણે પણ હનુમાનજી મહારાજના શણગારના દર્શન કરીને પવિત્ર શ્રાવણ માસમાં શિવ ભક્તોએ પોતાની જાતને ધન્ય કરી હતી.