બાપરે...અચાનક ટપોટપ ખેતરમાં જ ઢળી પડ્યાં ઘેટાં-બકરાં, પાટણમાં પશુઓના મોતથી અરેરાટી - ઘેટાં બકરાં
🎬 Watch Now: Feature Video
રાધનપુર તાલુકાના મહેમદાવાદ ગામે રહેતા અને પશુપાલનનો (Death of a sheep in Patan )વ્યવસાય કરતા રબારી જાયમલ નિત્યક્રમ મુજબ પોતાના 30થી વધુ ઘેટાં બકરા લઈને ચરાવવા ગામની સીમમાં ગયા હતા. ઘેટાંનું એક ટોળું નજીકમાં આવેલ એરંડાના ખેતરમાં ઘૂસી ગયું હતું અને થોડીવારમાં એક બાદ એક એમ 18 ઘેટાઓ જમીન ઉપર ફસડાઇ તરફડિયા મારી મોતને ભેટયા હતા. પશુપાલકની નજર સામે જ મહામુલુ પશુધન મોતને ભેટતા (Sheep killed in Mahemdavad village )તેઓ હતપ્રત બની ગયા હતા.આ બનાવની જાણ થતાં પરિવારના સભ્યો અને ગામ લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ઘેટાં બકરાં પર આજીવિકા રળતા ગરીબ પશુ માલિકને સરકાર આર્થિક સહાય ચૂકવે તેવી માંગ કરી હતી.
Last Updated : Feb 3, 2023, 8:23 PM IST