અમરેલીમાં મોતિયા ઓપરેશનમાં આડઅસર, પ્રાથમિક તપાસ મુદ્દે આરોગ્યપ્રધાનનું નિવેદન

By

Published : Dec 13, 2022, 9:29 PM IST

Updated : Feb 3, 2023, 8:35 PM IST

thumbnail

અમરેલીની શાંતાબા હોસ્પિટલમાં ( Shantaba Hospital Amreli ) 25 લોકોને મોતિયાના ઓપરેશન બાદ આડઅસર ( Side effects after cataract surgery) જોવા મળી છે. જેના પડઘા ગાંધીનગર સુધી પડ્યા છે. આ સમગ્ર બાબતે આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલે નિવેદન (Statement by Rishikesh Patel ) આપ્યું હતું કે અમરેલીની શાંતાબા હોસ્પિટલમાં 25 લોકોના મોતિયાના ઓપરેશન કરવામાં આવ્યા હતાં. 16 તારીખ 18 તારીખ 22 અને 23 તારીખના દિવસે કુલ 17 ઓપરેશન કરવામાં આવ્યા હતાં. જેમાંથી 12 દર્દીઓને બેક્ટેરિયા ઇન્ફેક્શન (Bacterial infection ) લાગુ પડ્યું હોવાનું પ્રાથમિક કારણ સામે આવી રહ્યું છે. કુલ બે દર્દીઓ હવે સંપૂર્ણપણે સાજા થઈ ગયા છે જ્યારે છ દર્દીઓને MNJ હોસ્પિટલમાં, બે અમદાવાદની નગરી હોસ્પિટલ અને છ દર્દીઓને ભાવનગરની હોસ્પિટલમાં ખસેડીને સારવાર શરૂ કરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં મોનારક બેક્ટેરિયા (Bacterial infection after eye surgery )હોવાનું ગણવામાં આવે છે પણ આ બાબતે વિગતવાર તપાસ કરવામાં આવશે.

Last Updated : Feb 3, 2023, 8:35 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.