Sattvik Traditional Food Festival 2023: અમદાવાદ ખાતે સાત્વિક ફૂડ ફેસ્ટિવલમાં મણિપુરની વાનગી, જાણો મણિપુર વિશે શું કહ્યું ? - સાત્વિક ફૂડ ફેસ્ટિવલમાં મણિપુરની વાનગી
🎬 Watch Now: Feature Video
Published : Dec 24, 2023, 5:09 PM IST
|Updated : Dec 24, 2023, 6:08 PM IST
અમદાવાદ: મણિપુર બોલાવે છે પણ તમે તૈયાર છો ? મણિપુર અને કાશ્મીરમાં શાંતિનો સંદેશો લઈ અને બન્ને સમાજ વચ્ચે સેતુ બનનાર વિશ્વગ્રામ સંસ્થા કે જે વિસરાતી જતી મણિપુરની વાનગીને લઈને અમદાવાદ ખાતે સાત્વિક ફૂડ ફેસ્ટિવલમાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે મણિપુરમાં હિંસા બાદ સ્થિતિ હજી સામાન્ય નથી થઈ. હજારો લોકો હજી રિલીફ કેમ્પમાં જ નિવાસ કરી રહ્યા છે. ત્યારે આ રિલીફ કેમ્પમાં આશરો લઈ રહેલા પાંચ યુવાનોએ સાત્વિક ફૂડ ફેસ્ટિવલમાં મણિપુરની વાનગીઓ રજૂ કરી હતી. આ એવી વાનગીઓ છે કે જે મણિપુર સિવાય ક્યાંય જોવા નથી મળતી. આ ઉપરાંત ETV ભારત સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે અમે પ્રેમનો સંદેશો લઈને આવ્યા છીએ. મણિપુરના લોકો બહુ તકલીફમાં છે. 60,000 જેટલા લોકો બહુ લાંબા સમયથી રાહ છાવણીઓમાં છે. મને લાગે છે કે એ આપણા જ લોકો છે. આપણે બધાએ ત્યાં પહોંચવું જોઈએ.