લ્યો બોલો : લૂંટની ઘટનાનો ફરિયાદી જ નીકળ્યો આરોપી - Dwarka Crime Case
🎬 Watch Now: Feature Video
દેવભૂમિ-દ્વારકા : ભાણવડ પંથકમાં લુંટની ઘટનાની ફરિયાદ (Robbery Case in Dwarka) કરનાર વેપારી પોતે જ નીકળ્યો આરોપી જી હા... ભાણવડની બાજુમાં વેરાવળ વિસ્તારમાં પેટ્રોલ પંપ ધરાવતા જાણીતા વકીલ ગિરધર વાઘેલાનો પુત્ર પૃથ્વીરાજ વાઘેલા ભાણવડ ત્રણ પાટિયા પાસે 9 લાખની લૂંટ કરી ચાલ્યો ગયો હોવાની પોલીસ સમક્ષ ફરિયાદ આવી હતી. જાહેરમાં લુંટની ઘટનાની જાણ થતાં દ્વારકા જિલ્લા પોલીસ એક્શનમાં આવી ચેકપોસ્ટ એલર્ટ કરી ટેકનિકલ (Rupee Robbery in Dwarka) રાહે તપાસ આદરી હતી. દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા ગણતરીની કલાકોમાં લુંટની ઘટના અંગેનો ભેદ ખોલી નાખ્યો હતો. ફરિયાદી પૃથ્વી વાઘેલા સામે પોલીસ સમક્ષ ખોટી ફરિયાદ આપી પોલીસનો કીમતી સમય બગાડવા બદલ પોલીસ ફરિયાદ (Dwarka Crime Case) દાખલ કરી તેમની ધરપકડ કરવામાં આવી હતી. તો બીજી તરફ ફરિયાદી પૃથ્વીરાજ વાઘેલા કે જાણીતા વકીલ ગિરધર વાઘેલાનો પુત્ર છે અને દ્વારકા જિલ્લાની SOG શાખાના (Dwarka Police) ઊંચ અધિકારી પી.સી.સિંગરખીયાનો કુટુંબી ભાઈ છે.
Last Updated : Feb 3, 2023, 8:23 PM IST