ખેડામાં વિદ્યાસહાયક ભરતી કૌભાંડમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સામે પોલિસ ફરિયાદ - Deputy Director of Education Gandhinagar Office

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Sep 22, 2022, 7:42 PM IST

Updated : Feb 3, 2023, 8:28 PM IST

ખેડા જિલ્લામાં વર્ષ 2009-2010માં વિદ્યાસહાયકોની ભરતીમાં કૌભાંડ (Recruitment of teaching assistants Scam) આચર્યું હતું. જેમાં 13 ઉમેદવારોને ગેરરીતિ આચરી નિમણૂક આપવામાં આવી હતી. જે મામલામાં સમગ્ર કૌભાંડ આચરનાર તત્કાલીન જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી (District Primary Education Officer) કે.એન. બામણીયા વિરુદ્ધ પોલીસ ફરિયાદ (FIR against District Primary Education Office) નોંધાવવામાં આવી છે. તત્કાલીન જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કે.એન.બામણીયાએ વર્ષ 2009-2010માં કુલ 141 વિદ્યા સહાયકોની ભરતી કરી હતી. સત્તાનો દુરુપયોગ કરી ખોટા રેકોર્ડ તૈયાર (Misuse of power and create false records ) કર્યા હતા. સમગ્ર કૌભાંડમાં ગેરરીતિ આચરી 13 જેટલા ઉમેદવારોને સરકારી નોકરી અને પગાર ભથ્થાનો લાભ મળે તે હેતુસર નિમણુંક આપી હોવાનું ખુલ્યું હતું. આ બાબતે નાયબ શિક્ષણ નિયામક ગાંધીનગર કચેરીની (Deputy Director of Education Gandhinagar Office) સૂચના અનુસાર કેસની ગંભીરતાને ધ્યાને લઈ હાલના નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ઉમેશકુમાર માછીએ તે સમયના તત્કાલીન જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અને હાલ નિવૃત કે.એન.બામણીયા સામે નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં (Nadiad West Police Station) ફરિયાદ નોંધાવી છે. પોલીસે આરોપી કે.એન. બામણીયા સામે IPC 167, 197, 199, 406, 409 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Last Updated : Feb 3, 2023, 8:28 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.