નર્મદામાં 3,120 જેટલો પોલીંગ સ્ટાફ રહેશે તહેનાત, 2 બેઠકો માટે કાલે થશે મતદાન - Tight Security Force arrangements in Narmada
🎬 Watch Now: Feature Video
નર્મદા જિલ્લામાં નાંદોદ અને ડેડિયાપાડા એમ 2 વિધાનસભા બેઠક (Nandod and dediapada assembly constituency) માટે આવતીકાલે (1 ડિસેમ્બરે) મતદાન થશે. ત્યારે અહીં શાંતિપૂર્ણ સ્થિતિમાં મતદાન થાય તે માટે ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. જિલ્લામાં મતદાનના (Voters in Narmada) દિવસે 624 જેટલા મતદાન કેન્દ્રો ખાતે સવારે 8થી સાંજના 5 વાગ્યા સુધી મતદાન (Tight Security Force arrangements in Narmada) યોજાશે. આ માટે 624 પ્રિસાઇડીંગ ઓફિસર, 624 આસિસ્ટન્ટ પ્રિસાઇડીંગ ઓફિસર, 624 પુરુષ પોલીંગ ઓફિસર, 624 મહિલા પોલીંગ ઓફિસર અને 624 પ્યૂન કર્મચારીઓ સહિત કુલ 3,120 જેટલો પોલીંગ સ્ટાફ ફરજ ઉપર તહેનાત રહેશે. જ્યારે 54 પ્રિસાઇડીંગ ઓફિસર, 54 આસિસ્ટન્ટ પ્રિસાઇડીંગ ઓફિસર, 54 પુરૂષ પોલીંગ ઓફિસર, 54 મહિલા પોલીંગ ઓફિસર અને 54 પ્યૂન/કર્મચારી સહિત 270 જેટલો પોલીંગ સ્ટાફ અનામત રાખવાની સાથે કુલ 3,390 જેટલાં પોલીંગ સ્ટાફને ફરજ ઉપર તહેનાત કરાશે. આ ઉપરાંત જિલ્લામાં ઝોનલ ઓફિસર મેજિસ્ટ્રેટ, પોલીસ અધિકારી સહિતની ટૂકડીઓ સમગ્ર મતદાન પ્રક્રિયા ઉપર દેખરેખ અને સંકલન રાખશે.
Last Updated : Feb 3, 2023, 8:34 PM IST