PM Modi Gujarat visit: ગુજરાતના વિદ્યા સમીક્ષા કેન્દ્રનું રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારને અધ્યયન કરવા વડાપ્રધાને અપીલ કરી - બનાસ ડેરી
🎬 Watch Now: Feature Video
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના (PM Modi Gujarat visit)પ્રવાસે છે. વડાપ્રધાને કમાન્ડો કંટ્રોલ સેન્ટરનું નામ બદલીને વિદ્યા સમીક્ષા કેન્દ્ર(PM Modi Visit Vidya Samiksha Kendra) કર્યું છે. આ બાબતે વડાપ્રધાને સત્તાવાર ટ્વીટ કરીને જાહેરાત કરી હતી. બનાસકાંઠામાં વડાપ્રધાને ભાષણ દરમિયાન વિદ્યા સમીક્ષા કેન્દ્ર અંગે કહ્યું કે વિદ્યા સમીક્ષા કેન્દ્ર સમગ્ર દેશને દિશા બતાવવાનું કેન્દ્ર બની ગયું છે. હું ગઈ કાલે વિદ્યા સમીક્ષા કેન્દ્ર ગયો ત્યારે હું પણ આ કેન્દ્રથી આકર્ષાઈ ગયો હતો. તે દરમિયાન મેં બાળકો સાથે પણ વાતચીત કરી હતી. આ કેન્દ્રને આધુનિક સુવિધાથી સજ્જ કરવામાં આવ્યું છે. વિવિધ રાજ્યના સંબંધિત મંત્રાલય પણ વિદ્યા સમીક્ષા કેન્દ્રની વ્યવસ્થાનો અભ્યાસ કરે.
Last Updated : Feb 3, 2023, 8:22 PM IST