ગોલ્ડન બ્રિજ પાસે નર્મદા નદીએ ભયજનક સપાટી વટાવી 700 લોકોનું સ્થળાંતર

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Aug 17, 2022, 7:33 PM IST

Updated : Feb 3, 2023, 8:26 PM IST

ઉપરવાસમાં સતત ભારે વરસાદના કારણે સરદાર સરોવર નર્મદા ડેમના 23 ગેટ 3.25 મીટર સુધી ખોલી 5,00,000 ક્યુસેક પાણી છોડાતા ભરૂચમાં પૂર આવ્યું છે. હાલ સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 134.32 મીટર છે. પાણીની આવક 5,93,749 ક્યુસેક નોંધાઈ છે. એક વર્ષ બાદ ભરૂચ ખાતે ગોલ્ડન બ્રિજ નર્મદા નદીએ ભયજનક સપાટી વટાવી 25 ફૂટે પહોંચતા 700 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. જ્યારે હજી પણ સપાટી દોઢથી બે ફૂટ વધી 27 ફૂટ સુધી સ્પર્શી શકે છે. હાલ નર્મદા નદી પર ભરુચના ગોલ્ડન બ્રિજ ખાતે પાણીની સપાટી 25 ફૂટે વહી રહી છે. ગોલ્ડન બ્રિજ ખાતે ભયજનક સપાટી 24 ફૂટ છે. ભરૂચના અંકલેશ્વર તાલુકાના નર્મદા નદીના કિનારે રહેતા 500 લોકોનું અને ભરૂચ શહેરના નર્મદા કિનારે રહેતા 200 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. નર્મદા નદીમાં ગોલ્ડન બ્રિજ ખાતે પાણીની સપાટીમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ભરૂચ જિલ્લા કલેકટર દ્વારા નદી કિનારે રહેતા લોકોને સલામત સ્થળે ખસી જવા માટે અપીલ કરી છે. વડોદરા, ભરૂચ અને નર્મદા જિલ્લાના 108 ગામને એલર્ટ કરાયાં છે. ગોલ્ડન બ્રિજના આરે નર્મદાના નીર 50 વર્ષમાં 32 મી વખત ભયજનક સપાટી સ્પર્શી ગયાં હતાં. નર્મદા નદીના ઉપરવાસના ઇન્દિરા સાગર અને ઓમકારેશ્વર ડેમમાંથી સતત પાણી છોડાતા પાણીની આવક વધી છે. રીવરબેડ પાવરહાઉસના 6 ટર્બાઇન મારફતે 44,462 ક્યુસેક નદીમાં છોડાયું છે. નર્મદા નદીમાં કુલ જાવક 5,44,462 ક્યુસેક રહેશે. કેનાલ હેડ પાવરહાઉસમાંથી 18,605 ક્યુસેક પાણી કેનાલમાં છોડાઈ રહ્યું છે.સરદાર ડેમમાં પાણીનું લાઈવ સ્ટોરેજ 4400.2 mcm છે. Flood in Bharuch Golden Bridge in Bharuch Narmada River Crossed Dangerous Level Narmada River Water Release Sardar Dam Water Level Riverbed powerhouse Indiara Sagar Dam Omkareshwar Dam
Last Updated : Feb 3, 2023, 8:26 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.