મુમતાઝ અહેમદ પટેલ જલદી જ રાજકારણમાં સક્રિય ભૂમિકામાં દેખાઈ શકે છે, કયા પક્ષમાંથી તે રહસ્ય - ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022
🎬 Watch Now: Feature Video
સ્વ. અહેમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલ (Daughter of Ahmed Patel Mumtaz Patel) રાજકારણમાં સક્રિય ભૂમિકામાં ટૂંક સમયમાં દેખાઈ શકે છે. મુમતાઝ અહેમદ પટેલ સંકેત આપ્યાં છે કે તક મળી તો ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 લડશે. જોકે મુમતાઝે (Mumtaz Ahmed Patel ) કયા પક્ષની ટિકીટ પર ચૂંટણી લડશે (Mumtaz Patel in Politics) તેની કોઇ સ્પષ્ટતા કરી નથી. મુમતાઝ પટેલ ભરૂચમાં ઉત્થાન ચેરિટેબલ ટ્રસ્ટ (Utthan Charitable Trust in Bharuch) અને ડેક્કન ફાઈન કેમ કંપનીના CSR ફંડ દ્વારા ભરૂચની મહિલાઓને સિલાઈ મશીનનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમાં હાજર હતાં. તેમણે મહિલાઓને સિલાઈ મશીન થકી રોજગારી મેળવીને પગભર થવા માટે પ્રોત્સાહન આપ્યું હતું. આ તકે મીડિયા સાથેની વાતચીતમાં મુમતાઝે રાજકારણમાં એન્ટ્રી વિશે જણાવ્યું હતું કે જો પાર્ટી આવનારા સમયમાં ટિકિટ આપશે (Mumtaz Ahmed Patel Hints At Entry Into Active Politics) તો ભરૂચ ખાતેથી રાજકારણમાં એન્ટ્રી લેશે.
Last Updated : Feb 3, 2023, 8:25 PM IST