8મા ધોરણના વિદ્યાર્થીને શિક્ષકે માર્યો માર, વીડિયો થયો વાયરલ - MP teacher Beat Up 8th Class Student
🎬 Watch Now: Feature Video
મધ્યપ્રદેશ: મધ્યપ્રદેશના રીવામાંથી એક વિદ્યાર્થીને માર મારવાનો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ (Rewa Student assault video viral) થઈ રહ્યો છે. વીડિયોમાં શિક્ષક એક ઝાડ નીચે વિદ્યાર્થીને લાતો અને મુઠ્ઠીઓથી મારતો જોવા મળે છે. તે જ સમયે નજીકમાં શાળાના અન્ય વિદ્યાર્થીઓ ઉભા છે. આ વીડિયો રીવા જિલ્લાના ગુડ તહસીલ વિસ્તારની ખજુહા હાયર સેકન્ડરી સ્કૂલનો છે. પીડિત વિદ્યાર્થી 8મા ધોરણમાં અભ્યાસ (Rewa teacher beat up 8th class Student) કરે છે. કોઈએ આ ઘટનાનો વીડિયો બનાવીને વાયરલ કરી દીધો. આ મામલાની નોંધ લઈ પોલીસે તપાસ શરૂ કરી છે.
Last Updated : Feb 3, 2023, 8:28 PM IST