JANMASHTAMI 2023: જન્માષ્ટમીના કાર્યક્રમમાં મટકી ફોડતી વખતે આગ સાથે સ્ટંટ કરી રહેલો યુવક સળગી ઉઠ્યો, જુઓ વીડિયો - while matki fod function
🎬 Watch Now: Feature Video
Published : Sep 7, 2023, 10:47 AM IST
|Updated : Sep 7, 2023, 12:20 PM IST
સુરત: તહેવારોમાં સ્ટંટ કરવા ભારે પડી શકે છે. સુરતથી આવેલી આ ઘટના જોઈને સામે પણ સાવધાન થઇ જજો. સામે આવેલા વીડિયોમાં મટકી ફોડતી વખતે એક યુવક આગ સાથે સ્ટંટ કરતો દેખાઈ રહ્યો છે. જોકે યુવક વધારે દાઝ્યો નથી. સુરત સહીત દેશભરમાં જન્માષ્ટમીનો તહેવાર ખૂબ જ ઉત્સાહથી ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે સુરત શહેરમાં જન્માષ્ટમીનો તહેવાર ખૂબ જ રંગે ચંગે ઉજવવામાં આવી રહ્યો છે. ગઈકાલે શહેરના ભગવાન મહાવીર કોલેજમાં મટકી ફોડનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. તે દરમિયાન કોલેજ પ્રશાસન દ્વારા મટકી ફોડવા માટે મટકી ફોટ ટીમને બોલાવવામાં આવ્યા હતા. આ દરમિયાન ટીમ દ્વારા સૌ પ્રથમ વખત ઢોલ-નગારા સાથે લેઝિમ કરી અલગ-અલગ કરતબો કરી પિરામિડ બતાવ્યા હતા. જોકે તે સમયે દરમિયાન જ પિરામિડ ઉપર ઉભેલ એક વ્યક્તિએ પોતાના મોઢામાં જ્વલનશીલ પ્રવાહી નાખી આગની જ્વલાઓ હવામાં ઉડાડતો હતો. તે જ સમયે કોઈક રીતે આ યુવકના ચહેરા ઉપર પણ આગ લાગી ગઈ હતી. જોકે સદનસીબે યુવકને કશું થયું નઈ હતું. જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.