Horse Racing Competition : જામનગરના આ ગામમાં અફઘાનિસ્તાન જેવા દ્રશ્ય સર્જાયાં, જાતવાન અશ્વોની દોડનો રોમાંચ - શ્વ દોડ સ્પર્ધા

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Mar 9, 2023, 7:55 PM IST

જામનગર : જામનગરના મસીતીયા ગામમાં અફઘાનિસ્તાનમાં જોવા મળે છે તેવા દ્રશ્ય સર્જાયા હતાં. વાત એમ છે કે જામનગરના મસીતીયા ગામમાં અશ્વદોડ સ્પર્ધા 8 માર્ચે યોજાઇ હતી. આ અશ્વદોડ સ્પર્ધામાં 302 નંબરના ઘોડાએ બાજી મારી પહેલો નંબર મેળવ્યો હતો. જામનગરના મસીતીયા ગામમાં વર્ષોથી અશ્વ દોડ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સૌરાષ્ટ્ર, કચ્છ તેમજ કાઠીયાવાડી ઘોડાએ રેસમાં ભાગ લીધો હતો. 

ઘોડા નંબર 302એ ઇનામ જીત્યું : આ વર્ષે યોજાયેલી અશ્વ દોડ સ્પર્ધામાં મસીતીયા ગામના જ ઘોડા નંબર 302એ ઇનામ જીત્યું છે. આ વર્ષ 302 નબરના ઘોડો સ્પર્ધામાં પ્રથમ આવ્યો છે, જો કે ગત વર્ષે બાદશાહ 307 પહેલા નંબર આવ્યો હતો. છેલ્લા 125 વર્ષથી મસીતીયા ઘોડા રેસનું આયોજન કરવામાં આવે છે. જે ઘોડો પ્રથમ નંબરે આવે તેના માલિકને સાફો પહેરાવી સન્માન કરવામાં આવે છે. મસીતીયા ગામના જિલ્લા પંચાયતના સભ્ય કાસમભાઈ ખફીએ જણાવ્યું કે છેલ્લા 125 વર્ષથી ઘોડા રેસ અને ઊંટ રેસનું આયોજન મસીતીયા ગામમાં કરવામાં આવે છે, જેમાં સમગ્ર ગુજરાતમાંથી જ જાતવાન ઘોડાઓ રેસમાં ભાગ લે છે. કુલ ઘોડાની બે રેસ યોજવામાં આવે છે. જેમાં નાના ઘોડાની અલગ રેસ અને મોટા ઘોડાની અલગ રેસ યોજાતી હોય છે. 

કાઠીયાવાડી તેમજ કચ્છી અને મારવાડી ઘોડા જીતે છે : અફઘાનિસ્તાનમાં જે પ્રકારે ઘોડાની રેસના દ્રશ્ય સર્જાય તેવા દ્રશ્ય જામનગરના મસીતીયા ગામમાં સર્જાયા હતાં. ઘોડા રેસ આમ સૌપ્રથમ અફઘાનિસ્તાનમાં પોપ્યુલર બની હતી અને ત્યારબાદ સમગ્ર વિશ્વમાં ઘોડા રેસનો ક્રેઝ વધ્યો હતો. ગત વર્ષે બાદશાહ નામનો ઘોડો વિનર બન્યો હતો તો આ વર્ષે 302 નંબરનો ઘોડો પ્રથમ ક્રમે આવ્યો છે જેના માલિકને સાફો પહેરાવી અને સન્માનિત કરાયા છે. જામનગર પંથકમાં જુદી જુદી નસલના ઘોડાઓ લોકો શોખથી પાળી રહ્યા છે. ખાસ કરીને અહીંની અશ્વ દોડ સ્પર્ધામાં કાઠીયાવાડી તેમજ કચ્છી અને મારવાડી ઘોડા હંમેશા રેસમાં પ્રથમ આવતા હોય છે. ઘોડાના માલિકો વર્ષ દરમિયાન ઘોડાને રેસની પ્રેક્ટિસ કરાવતા હોય છે અને તેની પાછળ લખલૂટ ખર્ચા પણ કરતા હોય છે. સમગ્ર રાજ્યમાં જ્યાં પણ ઘોડા રેસનું આયોજન થતું હોય ત્યાં જામનગર પંથકના ઘોડાઓના માલિક રેસમાં ભાગ લેતા હોય છે. ત્યારે અશ્વ જેવા જાતવાન પ્રાણીના દોડવાના કૌશલ્ય અને રવાનીને માણવા માટે પંથકના લોકો આ વર્ષે જામનગરના મસીતીયા ગામમાં યોજાયેલી અશ્વ દોડ સ્પર્ધા નિહાળવા આવ્યાં હતાં.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.