ભરૂચ ગોલ્ડનબ્રિજમાં નર્મદાના પાણીની સપાટી 7 કલાકમાં વધી આટલા ફૂટ - ભરૂચમાં ગોલ્ડનબ્રિજ
🎬 Watch Now: Feature Video
ભરૂચ: કરજણ જળાશયમાંથી છોડાતા 50 હજાર ક્યુસેક(Increase Water in Karjan Reservoir), ગરૂડેશ્વર વિયર ઓવરફ્લો(Garudeshwar Weir Overflow) અને નર્મદા જિલ્લામાં અતિભારે વરસાદના(Heavy rain in Narmada District) કારણે ભરૂચમાં ગોલ્ડન બ્રિજમાં (Bharuch Golden Bridge) નર્મદા નદીની સપાટીમાં વધારો થઈ રહ્યો છે. ભરૂચ ગોલ્ડન બ્રિજમાં નર્મદાની સપાટી 7 કલાકમાં 6.99 ફૂટ વધી 17.48 ફૂટ થઈ છે. કરજણ જળાશયમાંથી છોડાતા 50 હજાર ક્યુસેક, ગરૂડેશ્વર વિયર ઓવરફ્લો અને નર્મદા જિલ્લામાં અતિભારે વરસાદના કારણે ભરૂચમાં ગોલ્ડન બ્રિજમાં નર્મદા નદીની સપાટીમાં વધારો થઈ રહ્યો છે. નર્મદા જિલ્લામાં સરેરાશ 6થી 8 ઇંચ વરસાદ, કરજણ ડેમના 7 દરવાજા ખોલી ઠલવાતું 54 હજાર ક્યુસેક પાણી અને ગરૂડેશ્વર વિયર 35 મીટરથી ઓવરફ્લો થતા નર્મદા નદીમાં જળસ્તર વધી રહ્યાં છે. સવારે 7 કલાકે ભરૂચ ગોલ્ડન બ્રિજમાં નર્મદા નદીની સપાટી 10.49 ફૂટ હતી. જે બપોરે 2 કલાકે 6.99 ફૂટ વધીને 17.48 ફૂટ થતા નદીમાં હાલ પાણીનો પ્રવાહ વધી રહ્યો છે. પૂનમની ભરતીને લઈ ને પણ ગોલ્ડન બ્રિજમાં સપાટી વધવા સાથે નર્મદા નદીમાં પાણીનો પ્રવાહ વધી રહ્યો છે.
Last Updated : Feb 3, 2023, 8:25 PM IST