Uttarayan 2024: કરોડો રૂપિયા આપે તેમ છતાં ઉત્તરાયણના પર્વ પર કોઈ પ્રોજેક્ટ કરવા માંગતો નથી: ધર્મેશ વ્યાસ - dharmesh vyas celebrate Uttarayan
🎬 Watch Now: Feature Video
Published : Jan 14, 2024, 3:28 PM IST
સુરત: ગુજરાતી ફિલ્મ અને ટીવી કલાકાર ધર્મેશ વ્યાસ જ્યારે પણ ઉતરાયણ હોય ત્યારે બધું જ કામ છોડીને સુરત આવી જાય છે. તેઓ મૂળ સુરતના છે અને પોતાના ઘરે આવીને મિત્રો અને પરિવાર સાથે ઉતરાયણની ઉજવણી કરે છે. સુરત ખાતે પતંગ ચગાવતા તેઓએ જણાવ્યું હતું કે જ્યારે પણ ઉતરાયણ હોય ત્યારે સુરત આવીને તેઓ રિચાર્જ થઈ જતા હોય છે. કોઈપણ તેઓને ઉત્તરાયણના પર્વ સમયે કોઈપણ પ્રકારના પ્રોજેક્ટ માટે કરોડો રૂપિયા પણ આપે તો તેઓ ઉતરાયણ પર્વ છોડીને તે પ્રોજેક્ટ કરશે નહીં. તેમને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના અને કલાકારો અમદાવાદ અને અન્ય શહેરોમાં ઉતરાયણ પર્વની ઉજવણી માટે કહે છે પરંતુ તેઓ સુરતના ઉતરાયણ પર્વની ઉજવણી છોડીને જવા માંગતા નથી.