પોરબંદરમાં યોગી આદિત્યનાથે સભા ગજવીને કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર - Porbandar assembly seat
🎬 Watch Now: Feature Video
પોરબંદર વિધાનસભાની ચૂંટણીના પ્રચારને લઈને પોરબંદરમાં યુપીના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથની (Yogi Adityanath sabha in Porbandar) જાહેર સભા યોજાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ધારાસભ્ય બાબુ બોખીરીયા, ભાજપના આગેવાનો તથા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. પોરબંદરમાં ચોપાટી પાર્ટી પ્લોટ ખાતે ભાજપ પક્ષ દ્વારા જાહેર સભાનું (Yogi Adityanath visits Porbandar) આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભાજપના સ્ટાર પ્રચારક યુપીના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ ઉપસ્થિત રહી જનસભા સંબોધી હતી. યોગી આદિત્યનાથે જનસભાને સંબોધન કરતાં (Porbandar assembly seat) કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા કે, પહેલા આતંકી ઘટનાઓને અંજામ આપવામાં આવતો હતો. છેલ્લા કેટલાક વર્ષથી ગુજરાતમાં દગા નહીં, કરફ્યું નહી, આતંકી ધટના નહી. દિકરીઓ અને બહેનોને લઈને કોઈ ખીલવાડ નહીં. ગુજરાત વિકાસનું મોર્ડલ બન્યું છે. એટલા માટે હું તમને કહેવા આવ્યું છું કે, સમૃદ્ધિ અને સુરક્ષા ભાજપ આપે છે.(Gujarat Assembly Election 2022)
Last Updated : Feb 3, 2023, 8:33 PM IST