કચ્છમાં બેઠક મેળવવા દાવેદારીનો રાફડો ફાટ્યો - Kutch assembly seat candidate
🎬 Watch Now: Feature Video
કચ્છ ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી ચુક્યા છે અને હવે મતદાનને માત્ર ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે, ત્યારે કચ્છની 6 વિધાનસભા બેઠકો માટે ભાજપ, આપ અને કોંગ્રેસ દ્વારા પોતાના પ્રબળ ઉમેદવારોને (Kutch assembly seat) ટિકિટ ફાળવી દેવામાં આવી છે. ટિકિટ ફાળવવામાં આવેલા ઉમેદવારો પોતાના નામાંકનપત્રો ગઈકાલે ભર્યા હતા, ત્યારે નામાંકન પત્ર રજૂ કરવાના છેલ્લા (Kutch assembly seat candidate) દિવસે કોંગ્રેસ, ભાજપ અને આમ આદમી પાર્ટી ઉપરાંત અપક્ષ અને અન્ય પક્ષના ઉમેદવારો પોતાની દાવેદારી નોંધાવવા માટે રાફડો ફાટ્યો હતો. અબડાસા (Candidate Candidacy in Kutch) બેઠક પરથી ભાજપના પ્રદ્યુમનસિંહ જાડેજા અને કોંગ્રેસના ઉમેદવાર મામદ જત, માંડવી બેઠકના ભાજપના ઉમેદવાર અનિરુદ્ધ દવે, કોંગ્રેસના ઉમેદવાર રાજેન્દ્રસિંહ જાડેજા, ગાંધીધામ બેઠકના ભાજપના માલતી મહેશ્વરી, ભુજ બેઠકના આપના રાજેશ પિંડોરિયા, કોંગ્રેસના અરજણ ભૂડિયા, રાપર બેઠકના કોંગ્રેસના ભચુ આરેઠીયાએ નામાંકન પત્ર ભરીને ઉમેદવારી નોંધાવી હતી અને જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. (Gujarat Assembly Election 2022)
Last Updated : Feb 3, 2023, 8:32 PM IST