Goons Beat Petrol Pump Employee : ઉત્તરાખંડમાં ગુંડાઓએ પેટ્રોલ પંપના કર્મચારીને માર માર્યો, જૂઓ વાયરલ વીડિયો - પેટ્રોલ ભરવાના વિવાદમાં પંપ કર્મચારીની મારપીટ
🎬 Watch Now: Feature Video
ઉત્તરાખંડ : શહેરના એક પેટ્રોલ પંપ પર કેટલાક માથાભારે યુવકોએ પેટ્રોલ પંપના કર્મચારીઓને માર માર્યો હતો. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. સમગ્ર મામલે પેટ્રોલ પંપ સંચાલક દ્વારા સંબંધિત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી છે. પોલીસ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે. ઘટના કુસુમખેડા પાસે અબ્દુલ્લા પેટ્રોલ પંપની જણાવવામાં આવી રહી છે. જણાવવામાં આવી રહ્યું છે કે, શનિવારે સવારે કેટલાક દબંગ યુવકો પેટ્રોલ પંપ પર તેલ ભરવા પહોંચ્યા હતા. આ દરમિયાન નજીવી બાબતે ઝઘડો થયો હતો. વિવાદ એટલો વધી ગયો હતો કે, આ દરમિયાન દબંગ યુવકોએ પેટ્રોલ ઠાલવતા કર્મચારી સાથે ઉગ્ર બોલાચાલી કરી હતી. વાયરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કેવી રીતે દબંગ યુવકો પેટ્રોલ પંપના કર્મચારીને જમીન પર પટકાવીને માર મારી રહ્યા છે. કોઈએ આ ઘટનાનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો. આ ઘટનાથી પેટ્રોલ પંપ એસોસિએશનના હોદ્દેદારો અને સભ્યોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પેટ્રોલ પંપ એસોસિએશન વતી વીરેન્દ્ર સિંહ ચઢ્ઢાએ જણાવ્યું હતું કે, આ અંગે પેટ્રોલ પંપ માલિક સાથે બેઠક યોજવામાં આવશે. ત્યાર બાદ જ આગળની રણનીતિ નક્કી કરવામાં આવશે. હાલ આ બનાવની જાણ મુખાણી પોલીસ મથકે કરવામાં આવી છે. પેટ્રોલ પંપ એસોસિએશને સમગ્ર મામલે પોલીસ પાસે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે. હલ્દવાનીમાં અરાજકતાની આ પહેલી ઘટના નથી. થોડા દિવસો પહેલા ટોળાએ પોલીસ સ્ટેશનને ઘેરી લીધું હતું. પોલીસે આક્ષેપ કર્યો હતો કે ટોળાએ માટલાઓ તોડી નાખ્યા હતા. હાઈવે પર ટ્રાફિકને અવરોધવાનો પણ આક્ષેપ થયો હતો. પોલીસે આ મામલામાં મોટી સંખ્યામાં અજાણ્યા લોકો સામે ગુનો નોંધ્યો હતો.