Election of Wankaner Marketing Yard: વાંકાનેર માર્કેટ યાર્ડની ચૂંટણીમાં 28 મતની ગણતરી કરાઈ, પરિણામ હજુ જાહેર નહિ - હાઈકોર્ટમાં પીટીશન દાખલ
🎬 Watch Now: Feature Video
વાંકાનેર માર્કેટિંગ યાર્ડની ચૂંટણી (Election of Wankaner Marketing Yard)માટે તા 11 જાન્યુઆરીના રોજ મતદાન થયું હતું. બાદમાં મત ગણતરી યોજાઈ હતી (Morbi Wankaner Market Yard)જોકે અલગ અલગ ત્રણ મંડળીઓએ હાઈકોર્ટમાં પીટીશન દાખલ કરતા પરિણામ જાહેર(Wankaner Market Yard ) કરવા પર હાઈકોર્ટે રોક લગાવી હતી. બાકી રહેલા 31 માંથી 28 મતની ગણતરી આજે કરવામાં આવી હતી. વાંકાનેર માર્કેટિંગ યાર્ડની ચૂંટણીમાં(Petition filed in High Court ) વેપારી વિભાગ અને ખરીદ વેચાણ વિભાગની મત ગણતરી કરી પરિણામો જાહેર કરવામાં આવ્યા હતા. જોકે ખેડૂત વિભાગની મત ગણતરી કરવામાં આવી તે પૂર્વે પલાસ મંડળીના 18 મતો, પંચાસીયા મંડળીના 10 મતો અને તીથવાના 3 મતો એમ કુલ 31 મતો મામલે હાઈકોર્ટમાં પીટીશન દાખલ કરવામાં આવી હતી. જેને પગલે હાઈકોર્ટે મત ગણતરી બાકી રાખવા આદેશ કર્યો હતો અને હાઈકોર્ટના આદેશ મુજબ આજે મત ગણતરી યોજવામાં આવી હતી. 31 માંથી 28 મતોની ગણતરી કરવામાં આવી હતી જોકે હજુ તીથવા મંડળીના 3 મતોની ગણતરી કરવામાં આવી નથી. ખેડૂત વિભાગના 31 માંથી 28 મતોની ગણતરી કરવામાં આવી છે. જોકે કોને કેટલા મત મળ્યા તે જાહેર કરાયું નથી અને હાઈકોર્ટમાં સીલબંધ કવરમાં રજુ કરાશે અને કોર્ટની સુચના મુજબ પરિણામ જાહેર કરાશે અને ત્યાં સુધી વહીવટદારનું શાસન રહેશે.
Last Updated : Feb 3, 2023, 8:22 PM IST