કોસાડ આવાસમાંથી આરોપી સાથે કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું

By

Published : Nov 15, 2022, 5:29 PM IST

Updated : Feb 3, 2023, 8:32 PM IST

thumbnail
સુરત અસામાજિક ગતિવિધિ માટે હંમેશા જાણીતું કોસાડ આવાસમાંથી સુરત પોલીસને મોટી સફળતા મળી છે. સુરત અમરોલી પોલીસે 2.176 કિલો ડ્રગ્સ સાથે આરોપીની ધરપકડ કરી છે. આ ડ્રગ્સની કુલ કિંમત 2.17 કરોડ છે. આરોપી સુરતમાં ડ્રગ્સ વેચવા માટે મુંબઇથી લાવ્યો હતો. આ રેઇડ દરમિયાન કુલ રૂપિયા 2,17,60,000ની કિંમતનું 2.176 કિલોગ્રામ MD ડ્રગ્સ કબ્જે કરવામાં આવ્યુ હતું. આ સાથે રૂપિયા 2,68,000 રોકડા, 02 મોબાઇલ નંગ રૂપિયા 25000 તથા ઇકો ફોર વ્હીલ કાર રૂપિયા 2,00,000 મળી કુલ રૂપિયા 2,22,53,000નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. પકડાયેલા આરોપી 42 વર્ષીય મુબારક અબ્બાસ બાંદીયા મૂળ જંબુસર જિલ્લા ભરૂચનો રહેવાસી છે. જેનો ગુનાહિત ઇતિહાસ છે. મુંબઇ ખાતે રહેતો શર્મા નામનો વ્યક્તિ જે મુંબઇથી આરોપીને ડ્રગ્સ આપવા આવે છે. પકડાયેલા આરોપીના ભાઇ મુસ્તાક ઉર્ફે STD અબ્બાસ પટેલ (બંદીયા) બન્નેની ધરપકડ કરવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. આરોપીના ભાઈ મુસ્તાક NDPS એક્ટ કેસમાં જેલમાં છે. આ સમગ્ર મામલે સુરત પોલીસ કમિશનર અજય તોમરે જણાવ્યું હતું કે આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. મુંબઈથી આ ડ્રગ્સ લાવ્યો હતો. અમે મુંબઈમાં અલગ અલગ ટીમો પણ મોકલી આપી છે. માત્ર આરોપી જ નહીં પરંતુ તેના ભાઈ પણ ગુનાહિત ઇતિહાસમાં હાલ જેલવાસ ભોગવી રહ્યો છે. Surat Drug Case Surat MD drugs Case Drug Selling in Surat Kosad Housing Surat
Last Updated : Feb 3, 2023, 8:32 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.