Cyclone Biparjoy: બિપરજોય વાવાઝોડાના ખતરાથી બચવા અંજારમાં બાળકોએ કર્યા હનુમાન ચાલીસાના પાઠ - Chalisa Anjar avoid the threat of Cyclone Biparjoy
🎬 Watch Now: Feature Video
કચ્છ: એક તરફ બિપરજોય નામનું વાવાઝોડું ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે તેમ-તેમ પવન સાથે ભારે વરસાદના પ્રમાણમાં પણ વધારો થઇ રહ્યો છે. કચ્છમાં અંજારમાં નાના ભૂલકાઓએ વાવાઝોડાથી બચવા ભગવાનને પ્રાર્થના કરી હતી. અંજારના નાના બાળકોએ હનુમાન ચાલીસ કરીને પ્રાર્થના કરી હતી કે વાવાઝોડામાં કોઈને નુકસાન ન થાય. સાથે સૌનું કલ્યાણ થાય તેવી પણ હનુમાન દાદાને પ્રાર્થના કરી હતી. વાવાઝોડાનો ખતરો તળે તે માટે નાના બાળકોએ સામૂહિક હનુમાન ચાલીસાના પાઠ કર્યા હતા. ઉલ્લેખનીય છે કે ગુજરાતના દરિયાકાંઠે ટકરાયું છે. તેમજ લેન્ડ ફોલની પ્રક્રિયા શરૂ થઇ છે. કચ્છથી માંડવી તરફ વાવાઝૉડુ આગળ વધી રહ્યું છે. વાવાઝોડાએ ગુજરાત માટે ચિંતા વધારી દીધી છે. જેમાં વાવાઝોડુ કચ્છના જખૌ ખાતે મોડી રાત્રે ટકરાય તેવી શકયતા છે. વાવાઝોડાના સંભવિત ખતરાને લઇને રાજ્ય સરકાર એલર્ટ છે. કચ્છ જિલ્લામાં સૌથી વધુ નુકસાન થવાનો અંદાજ લગાવાઇ રહ્યો છે. ત્યારે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને સ્થાનિક તંત્રએ તમામ તૈયારીઓ કરી લીધી છે. કચ્છમાં NDRF ની 6 ટીમ તથા 100 જેટલા જવાનો કાર્યરત છે. લાઈવ જેકેટ,બોટ તથા આધુનિક સાધનો સાથે આ ટીમ સજ્જ છે.