વાયુસેનાનો 'એર શો' વધારશે વર્લ્ડ કપની ફાઈનલની શાન, 5 ફાઇટર જેટ દ્વારા ફાઈનલ મેચ પહેલા પ્રદર્શન - performance by 5 fighter jets before final match
🎬 Watch Now: Feature Video
Published : Nov 17, 2023, 3:22 PM IST
|Updated : Nov 17, 2023, 3:27 PM IST
અમદાવાદ: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે 19 નવેમ્બર ના રોજ ભારત અને ઓસ્ટ્રેલિયાની ફાઇનલ મેચ રમવા જઈ રહી છે. ભારતીય ટીમ વર્ષ 2003 માં રમાયેલ વર્લ્ડ કપની ફાઇનલ મેચમાં હારનો બદલો લેવા મેદાનમાં ઉતરશે ત્યારે વર્લ્ડ કપની મેચ પહેલા જ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ બહાર માહોલ જામ્યો છે. વર્લ્ડ કપમાં વધુ માહોલ જમાવવા હવે ભારતીય વાયુસેના દ્વારા પણ ખાસ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો હતો અને લગભગ 30 મિનિટથી વધુ ગ્રાન્ડ રિહર્સલ પણ કરવામાં આવ્યું હતું.
સ્ટેડિયમ બહાર એરફોર્સ દ્વારા રિહર્સલ: નરેન્દ્ર મોદી સ્ટેડિયમના આકાશમાં ભારતીય વાયુ સેનાના સૂર્ય કિરણ એરોબિતિક ટીમ દ્વારા રિહસર્સલ કરવામાં આવ્યું હતું. 9 જેટ દ્વારા અવનવા કરતબો આકાશમાં દર્શાવવામાં આવ્યા હતા. ફાઈનલ મેચને લઈને હાલમાં મેદાન ઉપર તૈયારીઓ ચાલી રહી છે. આજે વહેલી સવારથી જ સ્ટેડિયમની બહાર ક્રિકેટ જેવો માહોલ જોવા મળ્યો હતો. બપોરના સમયે એરફોર્સ દ્વારા રવિવારે રમાનાર મેચને લઈને એર શો રિહર્સલ કરવામાં આવ્યું હતું જેમાં 9 જેટલા એર ફાઈટર પ્લેન દ્વારા રિહર્સલ કરવામાં આવ્યું હતું.