Flower Show 2024: અમદાવાદના ફ્લાવર શૉનો રાત્રિ નજારો, જુઓ ડ્રોનની નજરે
🎬 Watch Now: Feature Video
અમદાવાદમાં યોજાઈ રહેલો ફ્લાવર શૉ દર વર્ષે મુલાકાતીઓને આકર્ષી રહ્યો છે. દર વર્ષે અહીં બનાવવામાં આવેલા વિવિધ આકર્ષણોને જોવા માટે પ્રવાસીઓનો ભારે ધસારો જોવા મળતો હોય છે. રાત્રિના લાઈટિંગમાં તો ફ્લાવર શોને ચાર ચાંદ લાગી જાય છે. ત્યારે અમદાવાદ ફ્લાવર શૉના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે. જેમાં રંગબેરંગી લાઈટિંગની વચ્ચે ફ્લાવર શો ઝગમગી રહ્યું છે. એકબાજુ સાબરમતીના રિવરફ્રન્ટ અને અટલ બ્રિજ બીજી તરફ ફ્લાવર શૉની પ્રતિકૃતિઓ અદભૂત લાગી રહી છે. 15 જાન્યુઆરી સુધી આ ફ્લાવર શો શરૂ રહેશે. આ વખતે વાત કરીએ તો સરદાર વલ્લભભાઈ પટેલની સ્ટેચ્યૂ ઑફ યુનિટીની પ્રતિકૃતિ, નવા સંસદભવનની પ્રતિકૃતિ, મોઢેરાના સૂર્ય મંદિરની પ્રતિકૃતિ, ચંદ્રયાન-3ની પ્રતિકૃતિ, સાત અશ્વ અને ઓલિમ્પિક જેવી જુદી જુદી થીમ આધારિત અનેક પ્રતિકૃતિઓએ વિશેષ આકર્ષણ જમાવ્યું છે. ફ્લાવર શોમાં લોકોની દરરોજ ભારે ભીડ જોવા મળી રહી છે. ફ્લાવર શોની સુંદરતાને લોકો પોતાના મોબાઈલ અથવા કેમેરામાં કેદ કરી રહ્યા છે. તો યુવાનો રીલ્સ બનાવવા માટે પણ અહીં આવી રહ્યા છે. ત્યારે અત્યારે સોશિયલ મીડિયા પર પણ અમદાવાદનો ફ્લાવર શૉ છવાયેલો છે.
Video credit : @i.love.amdavad