મુન્દ્રાના જૂના બંદરે ચોખા ભરેલા જહાજમાં આગ લાગી, ફાયર ફાઇટર દ્વારા આગ પર કાબૂ મેળવાયો - ફાયર ફાઇટર દ્વારા આગ પર કાબૂ મેળવાયો
🎬 Watch Now: Feature Video
Published : Nov 22, 2023, 6:15 AM IST
કચ્છ: હાલમાં દિવાળીના તહેવારથી આગ લાગવાના કિસ્સાઓ વધ્યા છે ત્યારે આજે વધુ એક આગનો બનાવ બન્યો છે. મુન્દ્રાના જુના બંદર પર જહાજમાં આગનો બનાવ બન્યો હતો. બંદર પર ચોખા લોડીંગ માટે આવેલા જહાજ પર વિકરાળ આગ લાગી હતી. આ જહાજમાં 600 ટન ચોખાનુ લોડીંગ કરવાનુ હતુ અને મોટાભાગનુ લોડીંગ થઈ ગયું હતું ત્યારે અચાનક જ જહાજ પર આગ લાગી ગઈ હતી. જોકે હજુ સુધી આગ લાગવાનુ ચોક્કસ કારણ સામે આવ્યુ નથી. આગ પર કાબૂ મેળવવા માટે અદાણીના બે તથા અન્ય ખાનગી કંપની સહિત 3 ફાયર ફાઇટર ઘટનાસ્થળ પર પહોચ્યા હતા અને આગ પર કાબુ મેળવવા માટે જહેમત કરી હતી. ફાયર વિભાગના પ્રયત્નોથી મહદ અંશે આગ પર કાબુ મેળવી લેવાયો હતો. જહાજમાં આલગેલી આગને પગલે જહાજમાં મોટુ નુકશાન થયુ છે. કરોડો રૂપીયાના જહાજ સાથે કિંમતી ચોખાનો જથ્થો પણ આગમા નાશ પામ્યો છે. સામે આવેલી પ્રાથમીક વિગતો મુજબ આ જહાજ આમદભાઇ સંધારનુ હોવાનુ જાણવા મળ્યુ છે અને જામસલાયા ખાતે આ જહાજનું રજિસ્ટ્રેશન થયેલુ છે.