લાઈક જરુરી કે લાઈફ, પ્રવાસીઓનું શંકુ પર જીવલેણ ફોટોશૂટ

🎬 Watch Now: Feature Video

thumbnail
પુણેઃ છેલ્લા કેટલાક દિવસોથી પુણે જિલ્લામાં ભારે વરસાદ થઈ રહ્યો છે. આ વર્ષે ચોમાસા દરમિયાન સહ્યાદ્રીમાં ફરતા લોકોની સંખ્યા વધી રહી છે અને પ્રવાસીઓ નવા સ્થળોએ ઉમટી રહ્યા છે. સહ્યાદ્રીના અનેક કિલ્લાઓ અને વિવિધ સ્થળો સેલ્ફી પોઈન્ટ બની ગયા છે. ધોધ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર (tourist attractions) બની રહ્યા છે. ધમન ઓહલ (Dhaman Ohal) એ પુણે જિલ્લાના મુલશી તાલુકામાં આવેલું એક ગામ છે. આ સ્થાન પર લિંગ્યા નામનો ઘાટ (Lingya Ghat) છે અને તે ઘાટ વિસ્તારમાં એક ઊંચો શંકુ છે. ગ્રામજનો આ શંકુની પૂજા કરે છે અને સ્થાનિકો આ શંકુને ભગવાન માને છે. સ્થાનિક ગ્રામજનો દ્વારા મુલાકાત લેતા પ્રવાસીઓને પણ વારંવાર સુચના આપવામાં આવે છે. પરંતુ તેમ છતાં, નાગરિકો આનંદ સાથે શંકુ પર ચઢી જાય છે અને તેની પવિત્રતાનો (sanctity) નાશ કરે છે. આ ઉપરાંત પોતાનો જીવ જોખમમાં મૂકે છે. શંકુ ખૂબ જ સાંકડો છે છતાં પણ ઘણા પ્રવાસીઓ તેમના વીડિયો અને ફોટા લેવા માટે તેના પર ચઢી જાય છે. તે સ્થાને કોઈ સુરક્ષા નથી. જો કોઈ પ્રવાસી નીચે લપસી જાય તો મોટી દુર્ઘટના પણ થઈ શકે છે. સ્થાનિક પ્રશાસને આ અંગે પગલાં લેવાની જરૂર છે.
Last Updated : Feb 3, 2023, 8:25 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.