આંખના પલકારે ટ્રેક્ટર પાણીમાં ગરકાવ, એકનો જીવ ગયો - એકનો જીવ ગયો
🎬 Watch Now: Feature Video
ભરૂચઃ અંકલેશ્વરના પિલુદ્રા ગામે ખાડીના ધસમસતા(Piludara village of Ankleshwar )પાણીમાંથી ટ્રેકર લઈને પસાર થવાનો પ્રયાસ કરનાર 4 લોકોના તણાઈ જવાની ઘટનાનો વિડીયો સામે (Heavy rains in Bharuch)આવ્યો છે. આ ઘટનામાં 4લોકો હતા જે પૈકી 3 ને બચાવી લેવામાં આવ્યા હતા. જયારે 1 વ્યક્તિનું મોત નીપજ્યું હતું. આ ઘટનાના પગલે ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયુ હતું. ઉલ્લેખનીય છે કે રેડ એલર્ટ દરમિયાન ભરૂચ જિલ્લામાં સતત બે દિવસ ભારે વરસાદના પગલે નદી – નાળા છલકાય હતા. ભારે વરસાદના પગલે પિલુદ્રાની ખાડીમાં પાણી ભરાતા એક ટ્રેક્ટર ઉપર ચાર લોકો ધસમસ્તા પાણીના પ્રવાહમાં ટ્રેક્ટર લઈને આગળ વધી રહ્યા હતા, તે દરમિયાન ટ્રેક્ટર પાણીમાં તણાઈ ગયું હતું. ત્રણ લોકોનો આ ભાગ બચાવ થયો હતો અને એક વ્યક્તિનું મોત(Tractor strained in Piludra ) થયું હતું. આ ઘટનાનો સામે કિનારે ઊભા રહેલા એક વ્યક્તિએ પોતાના કેમેરામાં વિડીયો રેકોર્ડ કરેલ હતો આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
Last Updated : Feb 3, 2023, 8:24 PM IST