પરશોત્તમભાઈ રૂપાલાના વરદ હસ્તે અમરેલીના લાપળીયામાં સુપોષણ કીટનું વિતરણ - Distribution of Nutrition Kits

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Aug 1, 2022, 5:13 PM IST

Updated : Feb 3, 2023, 8:25 PM IST

અમરેલી તા.૧૦ જુલાઈ (રવિવાર) કેન્દ્રીય રાજ્યપ્રધાન પરશોત્તમભાઈ રૂપાલાના વરદ હસ્તે અમરેલી જિલ્લાના લાપળીયા ગામે સુપોષણ કીટનું વિતરણ (Distribution of Nutrition Kits) કરવામાં આવ્યું હતું. મદદ ટ્રસ્ટ દ્વારા હાથ ધરવામાં આવેલા 'એક કદમ સુપોષણ કી ઓર' અભિયાન અંતર્ગત લાપળીયા ગામે બહેનોને પોષણ કીટના બીજા રાઉન્ડમાં આવતી સુપોષણ કીટ આપવામાં આવી હતી. સ્વસ્થ સમાજના નિર્માણ માટે સ્વસ્થ માતા અને સ્વસ્થ માતા માટે સુપોષણ જરૂરી હોવાથી સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલા આ અભિયાનમાં અમરેલી જિલ્લામાં તેમના માર્ગદર્શનમાં મદદ ટ્રસ્ટ પણ ભાગ લઈ રહ્યુ છે. કાર્યક્રમમાં ગામના સરપંચશ્રી સહિતના પદાધિકારીઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
Last Updated : Feb 3, 2023, 8:25 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.