રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી માટે 1,170 કિમીનું અંતર કાપીને બાઈક પર આવેલા 25 પોલીસ જવાનોનું સુરતમાં સ્વાગત - સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી
🎬 Watch Now: Feature Video
આ રવિવારે 31મી ઓક્ટોબરે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતીની ઉજવણી થશે. ત્યારે સમગ્ર વિશ્વમાં એકતાનો સંદેશ પૂરો પાડવાના આશયથી 25 પોલીસ જવાનો બાઈક પર 1,170 કિલોમીટરનું અંતર કાપીને સુરત પહોંચ્યા હતા. ત્યારે અહીં સુરતના પોલીસ કમિશનર અજય તોમર, પોલીસ કર્મચારીઓ અને નાની બાળાઓએ આ જવાનોનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. જવાનોની આ રેલી સુરતના ભાટિયા ચેકપોસ્ટ પરથી સુરત પોલીસ કમિશનરની કચેરીએ પહોંચી હતી. આ પ્રસંગે પોલીસ કમિશનરે પોતાના કેટલાક અનુભવ જવાનો સાથે શેર કર્યા હતા. અહીં તેમણે જણાવ્યું હતું કે, ગુજરાત પોલીસે લખપતથી શરૂ કરી કેવડિયા સુધીની રેલી યોજી છે.
Last Updated : Nov 2, 2021, 12:08 PM IST