બિલેશ્વર ગામે રહેતા પરિવારને જમીન બાબતે ધાકધમકી, પોલીસે ફરિયાદ ન નોંધતા એસપીને રજૂઆત - news in Porbandar
🎬 Watch Now: Feature Video
પોરબંદર : બિલેશ્વર ગામે રહેતા રબારી કારાભાઈ જીવાભાઈ મુછાર દ્વારા પોરબંદર એસપી કચેરીએ રજૂઆત કરવામાં આવી હતી કે, રાજકોટના એક ઉચ્ચ અધિકારી અને તેના પુત્ર દ્વારા ધાક ધમકી આપવામાં આવે છે. જેના જમીન બાબતના ધાક ધમકી આપતા હોય તેવા તારીખ 25/08/2020ના રોજ રાત્રે 21:58 કલાકના CCTV વીડિયો ફૂટેજ એસપી કચેરીમાં રજૂ કર્યા હતા. આ બાબતે તારીખ 9/08/2020 તથા 26/08/2020 ના રોજ પોલીસમાં અરજી આપવા છતાં કોઈ કાર્યવાહી ન કરવામાં આવતા કારાભાઈ જીવાભાઈ મુછારે પોરબંદર એસપી કચેરીએ યોગ્ય કાર્યવાહી કરવા રજૂઆત કરી હતી. જેમાં DYSP જુલીબેન કોઠીયાએ જણાવ્યું હતું કે, સામે પક્ષે સરકારી અધિકારી છેે અને આ તપાસનો વિષય છે. જેથી આ અંગે તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.