વડોદરામાં શ્રમજીવી પરિવારો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી કરાઇ રજુઆત - vadodra news
🎬 Watch Now: Feature Video
વડોદરાઃ મહાકાળી નગરમાં આજદીન સુધી શૌચાલય, વીજળી, રોડ, પીવાના પાણી સહિતની પ્રાથમિક સુવિધાવો કે સગવડ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા પુરી પાડવામાં આવી નથી. આ સમસ્યા અંગે સરપંચ અને તલાટી દ્વારા ગામમાં કોઈ શૌચાલય નથી તેવો રિપોર્ટ પણ આપેલો છે. જ્યારે વીજ કંપની દ્વારા રજૂઆતને ધ્યાને ન લઈ વીજ જોડાણ પણ આપતા નથી. આ તમામ પ્રશ્નનો નિવેડો ન આવતા અસરગ્રસ્તોએ તેમના બાળકો સાથે જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચી તંત્ર સામે નારાજગી વ્યકત કરી હતી.